Sunday, 24 September 2017

સ્વરચિત કાવ્ય નમામિ દેવી નર્મદે

નમામિ દેવી નર્મદે
નમામિ દેવી નર્મદે, સર્વદે  માતેશ્વરી
ગણેશ્વરી,ગુણ તારા ગાઈએ પ્રાણેશ્વરી
ઉગારવા સહુનાં ઉદ્રારક ,પ્રગટ્યા અમરકંટકે
ગુર્જર ભૂમિએ હેત નિતરે,માં દયામયી .
                         નમામિ દેવી નર્મદે........
અહોનીશ ઝઝુમી સરકાર ભગીરથ બની
ધન ઘડી ધન ભાગ્ય થયા ગુર્જર તણા
નહિતર સ્વપ્ન ધ્વંશુ હેવાન જાગ્યાતા ઘણા
અડગતા જેની રગ-રગ વહે અમ સરકાર .
                       નમામિ દેવી નર્મદે........
ધીર ગંભીર અમી વહે,વિશાળ પટે વિભાવરી
જન-જન જય-જયકાર કરે સરદાર સરોવરે
સોણલા સાકાર કરતી માં દયાળી જગતાતના
અધમ ઉધારણ વહો જન-મન ગૃહે-ગૃહે.
                        નમામિ દેવી નર્મદે........
અમાસની રાતો બની આજ સ્વયં પૂર્ણિમા
જ્યોર્તિ ગ્રામ બન્યા ગામડા આજ ગોકુળિયા
માં તારો રથ ઘુમે નર્મદે,ગુણાનુવાદ કાજે
સ્વયં લહેરાય માનવ મહેરામણ ચોતર.
                          નમામિ દેવી નર્મદે........
જયનાદ ગગન ગજવેને ઇન્દ્ર ચળે એમજ
થાય સવારી ઐરાવતની, ગુર્જર જુએ
હર્ષે ઇન્દ્ર ને ચોમેર શ્રીકાર વરસે
માં કલ્યાણી જળ વહાવે બધે અપાર
                                                               નમામિ દેવી નર્મદે........
ગજ-ગજ છાતી ફૂલે ને થાય હૈયુ ફાટ-ફાટ
સર્વ મંગલ માંગલ્યે જગન ફળ્યો આજ
અમર રહો માં નર્મદે,અમર રહો ગુજરાત
ને વળી અમર રહો સુખદાતા સરકાર
                                                              નમામિ દેવી નર્મદે........
                                                   સુરેશભાઈ બી.વઘાસીયા
                                                           ઉ.શિ. જૂની હળિયાદ પે.સે.શાળા
                                                     તા.બગસરા   જિ.અમરેલી
                                                    મો.નંબર.૯૯૨૫૯૯૪૫૭૧

No comments:

Post a Comment